Akshay Parikh's Speech on the occasion of Amrut Mahotsav
આદરણીય શ્રી સોમાભાઈ મોદી,,કૅબિનેટ મંત્રી શ્રી બળવંત સિંહજીરાજપૂત , ધારાસભ્ય શ્રી કિરીટભાઈ, ડૉ. મિહિરભાઈ જોશી સાહેબ સંસ્થાના પ્રમુખશ્રી કનુભાઈ શાહ અને ઉપ પ્રમુખશ્રી જગદીશભાઈ પટેલ અને સંસ્થાના ઓડિટર શ્રી હરેશભાઈ કંસારા અને ઉપસ્થિત ટ્રસ્ટી ગણના સભ્યશ્રીઓ શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકઘણ તેમજ શાળાના ભૂતપૂર્વ વિધાર્થીઓ તેમજ ઉપસ્થિત મહેમાનશ્રીઓ તથા પત્રકાર મિત્રો
માતા અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં શ્રેષ્ઠ છે. માતા પછી બાળક માટે, શાળા એ વિદ્યાર્થીઓ માટે પવિત્ર સ્થળ છે. શ્રી બી.એન. હાઈસ્કૂલના 75 વર્ષ પૂરા થવા પર અમૃતમોહોત્સવની ઉજવણી આપણા બધા માટે એક અનોખો પ્રસંગ છે. આ પ્રસંગની તક લાવનાર શ્રીમાન ભાગવતા આચાર્ય નારાયણ આચાર્ય મહારાજ શ્રીએ 1943 મા જ્યારે સરકારે એવી શરત મૂકી ક મંડળ રૂપીયા 121000/- આપે તો A.V.English Medium શાળા આપણ ને મળે, ત્યારે એ જમાનામાં શ્રીમાનએ ભગીરથ ફાળો આપી આપણને અર્પણ કર્યું, ત્યારે આપણે આજનો દિવસ માણી સકીએ છીએ.
વડનગરના હેરિટેજ નગરમાં 1943 માં સ્થપાયેલ વડનગર નાગરિક મંડળ ટ્રસ્ટ એ ઉત્તર ગુજરાતમાં અને તેની આસપાસ શિક્ષણનો પ્રચાર કરવાનો મૂળભૂત ઉદ્દેશ્ય ધરાવતી પ્રતિષ્ઠિત સંસ્થા છે. આ શાળાએ ઘણી જાણીતી હસ્તીઓને પાયાનું શિક્ષણ આપ્યું છે, જેમાંથી એક આપણા વર્તમાન વડાપ્રધાનશ્રી છે. તથા, સમાજ સેવક આદરણીય સોમાભાઈ મોદી : ડો.મિહિરભાઈ જોષી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી હરેશભાઈ કંસારા. આજે હું એ કહેતા ગર્વ અનુભવું છું કે ટ્રસ્ટ આવી વ્યક્તિઓ યાદ કરી રહ્યું છે, જેમણે વડનગર નગરમાં અને તેની આસપાસના ગામોને વિકાસ કરવા માટે તેમના અથાગ પ્રયત્નો કરીને વડનગર નાગરિક મંડળની શરૂઆત કરી હતી.
જ્યારે એક સમયે રોગચાળો હતો, અને ગ્રામજનો ગામ છોડીને જતા હતા, ત્યારે આ આદરણીય વ્યક્તિઓ, બલિદાન આપ્યું હતું.અને વડનગરમાં સ્થાયી થયા અને શાળા, હોસ્પિટલો સ્થાપીને તબીબી અને નાણાકીય સહાય આપી, અને નોકરીની તકો ઉભી કરી, અને તેમના સ્વાસ્થ્યમાટે હોસ્પિટલ અને ડૉક્ટરનીજોગવાઈ કરી. તેવા સ્વર્ગસ્થ, ડૉ. દ્વારકાદાસ જોષી, નગીનદાસસાન્થેરિયા, ડૉ. વસંતભાઈ પરીખ, નટવરલાલ મણિયાર, લલ્લુભાઈ વ્યાસા, કુંજબિહારી મણિયાર બાલમુકુંદદાસ વ્યાસા,નવનીતલાલ શાહ, મથુરાદાસ પરીખ, કાંતિલાલ પરીખ, મહેન્દ્રભાઈશાહ, હસમુખભાઈમોદી,જગદીશભાઈ જોષી, મધુવનપરીખ, ડો.સુધીરભાઈ જોષી, રામપ્રસાદશેઠ, અને આચાર્યશ્રીરાસવિહારી મણિયાર જેમણે અમારી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મજબૂત મૂળભૂત પાયાનુ શિક્ષણ આપ્યું જેમનુકાર્ય આજે વિશ્વભરમાં વખણાય છે. અને આચાર્ય શ્રી એન. કે. શાસ્ત્રી જેમને 1984 થી 2007 23 વર્ષ સુધી તેમણે આપણી શાળામાં ખુબજ નિષ્ઠા પૂર્વક કામગીરી બજાવેલ છે.
મને શ્રી કાંતિલાલ પરીખનો પુત્ર હોવાનો ખૂબ જ ગર્વ છે, જેઓ સૌથી લાંબા સમય સુધી સેક્રેટરી અને ટ્રસ્ટી રહ્યા હતા અને ટ્રસ્ટની નિષ્ઠાપૂર્વક સેવા કરી હતી. હું એમના ઉમદા કાર્યને આગળ વધારવા ઈચ્છું છું. આ કાર્યક્રમમાં હું અમારા સ્વર્ગસ્થ ટ્રસ્ટી શ્રી રામપ્રસાદ શેઠને કેવી રીતે ભૂલી શકું જેમણે છેલ્લા 3 દાયકાથી ટ્રસ્ટને પોતાની નિઃસ્વાર્થ સેવા આપી હતી. ટ્રસ્ટ તેમનુ ઋણી રહેશે.
આ ઉપરાંત અમારી વચ્ચે ઘણા આમંત્રિતો માતા-પિતા, શિક્ષકો જેમણે આ શાળામાંથી શિક્ષણ મેળવ્યું છે અને સારી સ્થિતિમાં છે, અર્થતંત્ર અને પર્યાવરણને ટેકો આપવા માટે મહાન કાર્ય કરી રહ્યા છે. અને તેમનો સમય ફાળવવા બદલ આભાર માનું છું, અને અહીં હાજર રહી અમારા આમંત્રણને માન આપ્યું છે તેથી હું તેમનો ઋણી છું. કોઈના કાર્યને ભૂલી ગયો હાઉ તો ક્ષમા પારથીછું.
આ સાથે અમારો ઇરાદો છેતમારા સંપૂર્ણ સહકાર સાથે
1. શાળાના કમ્પાઉન્ડમાં,સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ,પ્રાર્થનાહોલ,યોગા ક્લાસ બનાવવા.
2. કૌશલ્ય વિકાસ યોજના હેઠળ બાયફોકલ અભ્યાસક્રમો શરૂ કરવા
3. શાળા કેમ્પસમાં શ્રેષ્ઠ વિજ્ઞાન પ્રયોગશાળા.
4. નગરને કુશળ સ્નાતક વિદ્યાર્થીઓ આપવા. આખા નગરને સાક્ષર બનાવવું.
મને પૂરો વિશ્વાસ છે કે તમે બધા આ પ્રગતિમાં અમારી સાથે છો,અને અમને તમારો સંપૂર્ણ સહયોગ મળશે.તેમજ આ કાર્યક્રમમાં હાજરી આપનાર શાળાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનો હું આભાર માનુ છું. તમામ વિભાગના આચાર્યો, શિક્ષકો, સ્ટાફ અને કાર્યકરોનો પણ આભાર માનુછું.હું ભગવાનને પ્રાર્થના કરું છું કે સૌથી આદરણીય નરેન્દ્ર મોદીજીની જેમ શાળા, વધુ રત્નો આપેવડનગર ગુજરાત અને સમગ્ર ભારતના વિકાસમા સહભાગી બને.
સચિવ
અક્ષય પરીખ